મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧

From Ekatra Wiki
Revision as of 11:24, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧|બ્રહ્માનંદ}} <poem> લટકાળા તારે લટકે રે, લે’રખડા હું લોભાણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પદ ૧

બ્રહ્માનંદ

લટકાળા તારે લટકે રે, લે’રખડા હું લોભાણી;
વાંસલડી કેરે કટકે રે, ચિત્તડાંને લીધું તાણી.
છોગલિયું તારું છેલા રે, આવી અટક્યું અંતરમાં;
વણદીઠે રંગના રેલા રે, બેઠી અકળાઉં ઘરમાં.
રાતી આંખડલીની રેખું રે, મનડામાં ખૂંતી મારે;
ડોલરિયા હું નવ દેખું રે, જંપ નથી થાતો ત્યારે.
મરમાળી મૂરતિ તારી રે, વા’લમ મારે ચિત્ત ચડી;
બ્રહ્માનંદના હરિ હજારી રે, કેમ કરી મેલું એક ઘડી.