મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૨
Revision as of 11:26, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|}} <poem> એક નિશિ શશિ અતિ ઉજાશ, પ્રૌઢ શરદઋતુ પ્રકાશ; રામન રાસ...")
પદ ૨
એક નિશિ શશિ અતિ ઉજાશ, પ્રૌઢ શરદઋતુ પ્રકાશ;
રામન રાસ જગ નિવાસ, ચિત વિલાસ કીને.
મુરલિ ધુન અતિ રસલ, ગેહરે સુર કર ગોપાલ;
તાન માન સુભગ તાલ, મન મરાલ લીને.
બ્રહ્મનિર સુન ભર ઉછાવ, બનઠન તન અતિ બનાવ;
ચિતવત ગત નૃત ઉછા વ, હાવ ભાવ સાચે;
હરિહર અજ હેર હેર, વિકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે.
ઠેંઠેં બન ત્રંબક ઠોર, ચેંચેં શરનાઈ સોર,
ધેંધેં બજ પ્રણવ ઘોર, ધેંધેં બોલે.
ઝૂક ઝુક ઝુક બજન ઝંઝ; ટુક ટુક મંજીર રંજ,
ડુક ડુક ઉપંગ અંગ, અતિ ઉમંગ ડોલે.
દ્રગડદાં દ્રગડદાં પખાજ, થ્રગડદા થૈ થૈ સમાજ;
કડકડદા કડકડદા દુકડ ત્રુકડ, ધન થટ રાચે;
હરિહર અજ હેર હેર, વિકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે.