મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૯
Revision as of 11:33, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૯|બ્રહ્માનંદ}} <poem> વાલી લાગે છે વ્રજચંદ, પ્યારા તારી પાઘડ...")
પદ ૯
બ્રહ્માનંદ
વાલી લાગે છે વ્રજચંદ, પ્યારા તારી પાઘડી,
મરમાળા બાળમુકુંદ, જીવડલામાં જડી;-ટેક. ખારા.
ફુલદડો ઉછાળતા, જ્યારે સામા આવો છો સેણ,
જાદવ સામું જોઈને, મારાં નાથ ઠરે છે નેણ; પ્યારા.
અતિ મરમાળી આંખડી, કાંયક સુંદર રાતી કોર,
આડી નજરે હેરતા, કાજાુ લાગો છો નંદકિશોર, પ્યારા.
આંટો ઉપરણીતણો, ભાળી વાઘે છે મનમાં ભાવ,
બ્રહ્માનંદ જાય વારણે, તારા મુખડા ઉપર માવ; પ્યારા.