મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાનંદ પદ ૩
Revision as of 05:30, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩|દેવાનંદ}} <poem> ::: (રાગ: પરજ) ઉર મારી ગયો મોહન છેલ રે, કાલજમાં...")
પદ ૩
દેવાનંદ
(રાગ: પરજ)
ઉર મારી ગયો મોહન છેલ રે, કાલજમાં પ્રેમકટારી. ઉ
રે શેરડીએ સામો મળ્યો, મુને રંગભીનો વ્રજરાજ,
ચોટ લગાડી ચિત્તમાં, કા’ને રાખેલ દિલમાં દાવ રે. કા ૧
રે કામણિયાં કોઈ પેર્યનાં, મુને કીધેલ નંદકિશોર,
મુખ જોયા વિના માવનું, દુ:ખ વાધે ચંદ ચકોર રે. કા ૨
રે નવ જોબન ઘનશામની, છબી અટકી અંતર માઈ,
રૂપ જોઈ રંગ છેલનું, ર’યાં લોચનિયાં લલચાઈ રે. કા ૩
રે બોલાવી બહુ હેતમાં, મુને કરી ગિરધર ગુલતા,
દેવાનંદ કહે દયા કરી, પાયું અધરસુધારસ પાન રે. કા ૪