મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૫)
Revision as of 07:22, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫)|દયારામ}} <poem> શ્યામ રંગ સમીપે ના જાવું, મારે આજ થકી શ્યા...")
પદ (૫)
દયારામ
શ્યામ રંગ સમીપે ના જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હાશે આવું. મારે
કસ્તૂરીકેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે
કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને, કાગવાણી શકુનમાં ન લાવું. મારે
નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે
મરકતમણિ ને મેઘ દૃષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું. મારે
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’!મારે