મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૭)
Revision as of 08:48, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૭)|દયારામ}} <poem> કાનુડો કામણગારો રે! સાહેલી! આ તો કાનુડો ક...")
પદ (૩૭)
દયારામ
કાનુડો કામણગારો રે! સાહેલી! આ તો કાનુડો કામણગારો!
કાનુડો કામણગારો, રસભર્યો ને રૂપાળો,
આ શું આંખડલીનો ચોળો રે! સાહેલી! આ તો કાનુડો.
રંગરાતો, મદમાતો, વાંસલડીમાં ગીત ગાતો,
નેણાંશું કરે છે વાતો રે! સાહેલી! આ તો કાનુડો.
ભરવા હું ગઈ’તી પાણી, પ્રેમપીડા ભરી આણી,
ઘેલી થઈ હું આવી શાણી રે! સાહેલી! આ તો કાનુડો.
તેં કહ્યું તે મેં ના માન્યું, આજે મારી જાતે નાણ્યું,
આવડું મેં નો’તું જાણ્યું રે! સાહેલી! આ તો કાનુડો.
બહેની! તારે પાયે લાગું, વ્હાલાવિના ઘેલું લાગ્યું,
દયાનો પ્રીતમ માગું રે! સાહેલી! આ તો કાનુડો.