મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શાંતિદાસ પદ ૨

From Ekatra Wiki
Revision as of 08:51, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|}} <poem> આવો મારે ઘેર માણવા આવો મારે ઘેર માણવા, :::: હોજી રાજ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૨

આવો મારે ઘેર માણવા
આવો મારે ઘેર માણવા,
હોજી રાજ, આવો મારે ઘેર માણવા.
સરવેથી સારું ગોરસ મારું,
હીરને તાંતણે તાણવા; હોજી રાજ
સૌ સૌને ઘર ધંધે લાગ્યાં,
પુરુષનાં વચન પ્રણામવા; હોજી રાજ
કહેશે તેને ઉત્તર દેઈશું,
ઉત્તર બીજેથી નથી આણવા; હોજી રાજ
પાતળિયાજી મારે ઘેર પધારો,
નથી બેઠું કોઈ જાણવા; હોજી રાજ
શાંતિદાસના પ્રભુ રસિક શિરોમણિ
મારે તારા ગુણ વખાણા; હોજી રાજ