મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૭)

From Ekatra Wiki
Revision as of 10:12, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૭) |}} <poem> ઘાયલ ::: ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઊગ્યો ચોકમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૭)

ઘાયલ
ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઊગ્યો ચોકમાં,
એ લેરીડા! હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા!

ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ! રે ઝાંપે તારી ઝુંપડી,
એ લેરીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યો રે, અરજણિયા!

ભેસું તારી ભાલમાં, ઘાયલ! રે ભેસું તારી ભાલમાં,
એ લેરીડા! પાડરું પાંચાળમાં ઝોલાં ખાય રે, અરજણિયા!

ગાયું તારી ગોંદરે, ઘાયલ! રે ગાયું તારી ગોંદરે,
એ લેરીડા! વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા!

પાવો વગાડ્ય મા, ઘાયલ રે! પાવો વગાડ્ય મા,
એ લેરીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે, અરજણિયા!

ચીતું રે લગાડ્યા મા, ઘાયલ! ચીતું લગાડ્ય મા,
એ લેરીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા!

બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ! રે બખિયાળું કડીઉં,
એ લેરીડા! તેદુનું છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!

ખંભે તારે ખેસડો ઘાયલ! રે ખંભે તારે ખેસડો,
એ લેરીડા! તેદુનો છાંડેલ અમારો નેસડો રે, અરજણિયા

રૂપાળીને મોઈશ મા, ઘાયલ! રે રૂપાળીને મોઈશ મા,
એ લેરીડા! રૂપાળી બાવડાં બંધાવશે રે, અરજણિયા!

કુંવારીને મોઈશ મા, ઘાયલ! રે કુંવારીને મોઈશ મા,
એ લેરીડા! કુંવારી કોરટું દેખાડશે રે, અરજણિયા!

ખોળામાં બાજરી ઘાયલ! રે ખોળામાં બાજરી,
એ લેરીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા!

પાવો વગાડ્ય મા, ઘાયલ! રે પાવો વગાડ્ય મા,
એ સેલુડા! પાવો સાંભળીને પ્રાણ વીંધાયા રે, અરજણિયા!

તારે મારે ઠીક છે, ઘાયલ! રે તારે મારે ઠીક છે,
એ લેરીડા! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા!

લીલો સાહટિયો, ઘાયલ! રે લીલો સાહટિયો,
એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું રે, અરજણિયા!