મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૨)

From Ekatra Wiki
Revision as of 05:26, 23 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૨)|}} <poem> સૈયર, મેંદી લેશું રે! મેંદી લેશું, મેંદી લેશું, મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૨૨)

સૈયર, મેંદી લેશું રે!
મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ્ય,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે કોડ માં દીવો મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે સોડમાં દીવો મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.