કોડિયાં/તેવીસમે વર્ષે

From Ekatra Wiki
Revision as of 12:40, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તેવીસમે વર્ષે|}} <poem> ઊગ્યો દિવસ ધૂંધળો: પવનપાવડીયે પડી અદૃષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તેવીસમે વર્ષે



ઊગ્યો દિવસ ધૂંધળો: પવનપાવડીયે પડી
અદૃષ્ટ ગિરિ-પાંખમાં: શમશમી ઊભી ત્યાં વડી
તમાલ, શરૂ, શાલની ધૂસર ઝૂકતી આવલિ:
ઊભે સડક ખીણને શિખર જુદ્ધ સેના ચડી!

કરી કઠણ ઠાઠડી, શિર ધરી, સ્મશાને ગયો:
મૂક્યાં સૂકલ લાકડાં, જરીક આગ, વહ્નિ થયો:
બળે વરસ માહરું, જીવનનું; જીવ્યો તેહનું;
કંઈક ઉકળાટનું; કંઈ અતૃપ્તિ ને છેહનું.

સહુ પ્રણય બાળતાં, ઉર પ્રજાળતાં, જે રહ્યું,
ભલે ભરખ આજ વહ્નિ! નિજનું બધુંયે ગયું.

નવીન દિલ બાંધવા જીવનપૃષ્ઠ ખુલ્લું થયું!
13-9-’33