કોડિયાં/અચેત તાંતણે

From Ekatra Wiki
Revision as of 12:53, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અચેત તાંતણે|}} <poem> ભુજંગનો ભીષણ પાશ છોડ્યો, બંદી બન્યો એક અચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અચેત તાંતણે


ભુજંગનો ભીષણ પાશ છોડ્યો,
બંદી બન્યો એક અચેત તાંતણે:
સુરાંગનાનો અમીકૂપ છોડ્યો,
લળી ગયો એક નમેલ પાંપણે.

સમુદ્ર અશ્વ સહસ્ર નાથ્યા,
સળેકડું એક જરી સરી ગયું:
નિષ્ઠુરતાના નગરાજ બાથ્યા,
જોઈ જરી; — અશ્રુ ઉન્હું દડી ગયું.

આકાશના ચંદરવે અડેલો,
ખરી-ઊડી ધૂળથી કેમ રોળવું?
સુરેન્દ્રના મેઘધનુ ચડેલો,
ભૂમિ પડી સુંદરી ઉર ઝોલવું?

હસી હસી કાંચનજંઘને ચડ્યો!
અસાર આવા વનપાણકે ખડ્યો?
27-1-’32