કોડિયાં/સ્મૃતિજીવન
Revision as of 12:26, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મૃતિજીવન|}} <poem> વિભાવરી વીણા બજાવતી: વહું હું લીનમાં, નંદિ...")
સ્મૃતિજીવન
વિભાવરી વીણા બજાવતી: વહું હું લીનમાં,
નંદિ પુષ્પસોડ પાથરે! સરું હું લીનમાં.
સ્વપ્નસુખ વેરતી — પરોતી ચંદ્રિકા વહે.
હસી-નમી-સરી અનેક વાત તારલા કહે.
સ્વપ્ન ફૂલ:
એક વેર્યું આ બકુલ:
આંખમાં અમી ભર્યું એ આવતું સર્યું અમૂલ!
સ્વપ્ન સાથ અંગ, ઉર, સર્વ ભાસતાં પ્રફલ્લ!
સ્વપ્ન યાદ:
આવતો એ દિવ્ય સાદ:
દિવ્ય બાળ સુણજે! પ્રફુલ્લજે સ્મરીસ્મરી!
સ્વપ્નસૃષ્ટિ પામવા જરૂર ના તને જરી!
24-1-’29