મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૬)
Revision as of 09:21, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૬)|નરસિંહ મહેતા}} <poem> વાંસલડીએ વીંધાણી વનિતા, વૃંદાવનમ...")
પદ (૧૬)
નરસિંહ મહેતા
વાંસલડીએ વીંધાણી વનિતા, વૃંદાવનમાં ચાલી રે,
શામળિયાને મળવા કારણ, જેમતેમ ભૂષણ ઘાલી રે.
વાંસલડીએ૦
મધ્ય રયણી મનમાં નવા આણી, જુવતી જોબનમાતી રે;
ચિત્ત લાગ્યું ચતુર્ભુજ-ચરણે, જીવણ જોવા જાતી રે.
વાંસલડીઅ૦ે
પ્રેમદા પ્રથમ પ્રણામ કરીને લાગી હરિને પાય રે;
નરસૈંયાસા સ્વામીને દીઠડે હૈયે હરખ નવ માય રે.
વાંસલડીએ૦