મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૬)

From Ekatra Wiki
Revision as of 09:29, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૬)|નરસિંહ મહેતા}} <poem> ઊંચી મેડી તે મારા સંતની રે મેં તો મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૫૬)

નરસિંહ મહેતા

ઊંચી મેડી તે મારા સંતની રે
મેં તો મ્હાલી ન જાણી રામ – હો રામ.
ઊંચી
અમને તે તેડાં શીદ મોકલ્યાં,
હે મારો પિંડ છે કાચો રામ;
મોંઘા મૂલની મારી ચૂંદડી,
મેં તો ઓઢી ન જાણી રામ, – હો રામ,
ઊંચી
અરધાં પહેર્યાં, અરધાં પાથર્યાં,
અરધાં ઉપર ઓઢાડ્યાં રામ;
ચારે છેડે ચારે જણા
ડોળી ડગમગ જાયે રામ – હો રામ,
ઊંચી
નથી તરાપો, નથી તુંબડાં,
નથી ઊતર્યાનો આરો રામ;
નરસૈં મહેતાના સ્વામી શામળા,
પ્રભુ પાર ઉતારો રામ – હો રામ,
ઊંચી