મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૮)
Revision as of 07:16, 23 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૬૮)|નરસિંહ મહેતા}} <poem> આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે. બાંહે બ...")
પદ (૬૮)
નરસિંહ મહેતા
આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.
બાંહે બાજુબંધ બેરખા સોહે, મનડું મોહ્યું છે એને ચૂડે;
ઝાંઝર ઝમકે ને વીંછુઆ ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.
આ જોને
સોવ્રણઝારી અતિ રે સમારી, માંહે નીર ગંગાજળ હોડે;
નરસૈંયાને પાણી પાવાને મારો વહાલોજી આવ્યા છે કોડે.
આ જોને