રવીન્દ્રપર્વ/૯. હે અનન્ત

From Ekatra Wiki
Revision as of 07:41, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. હે અનન્ત| }} <poem> હે અનન્ત, જ્યાં છો તમે ધારણા-અતીત ત્યાંથી સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯. હે અનન્ત

હે અનન્ત, જ્યાં છો તમે ધારણા-અતીત
ત્યાંથી સદા આનન્દનું અવ્યક્ત સંગીત
ઝરીને વહે છે અહીં, અદૃશ્ય અગમ
હિમાદ્રિશિખર થકી જાહ્નવીની જેમ.

એ ધ્યાનાભ્રભેદી શૃંગ જ્યહીં સ્વર્ણલેખા
અંકાઈ’તી જગતના પ્રાત:કાલે ગાઢા
આદિ અન્ધકારમાંહે, જ્યહીં રક્તચ્છવિ
અસ્ત પામે જગતનો શ્રાન્ત સન્ધ્યારવિ,
નવ નવ ભુવનોનો જ્યોતિર્બાષ્પરાશિ,
પુંજ પુંજ નીહારિકા જેનું વક્ષ સ્પર્શી
ઘૂમે છે સર્જનવેગે મેઘખણ્ડ સમ
યુગે યુગાન્તરે — ચિત્તવાતાયન મમ
એ અગમ્ય ને અચિન્ત્ય પ્રતિ રાત્રિદિન
રાખીશ ઉન્મુક્ત કરી, હે અન્તવિહીન.
(નૈવેદ્ય)

વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪