રવીન્દ્રપર્વ/૧૭. વૈરાગ્યસાધને મુક્તિ?

From Ekatra Wiki
Revision as of 08:02, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. વૈરાગ્યસાધને મુક્તિ?| }} <poem> વૈરાગ્યસાધને મુક્તિ? એ ના ખપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૭. વૈરાગ્યસાધને મુક્તિ?

વૈરાગ્યસાધને મુક્તિ? એ ના ખપે મને

અસંખ્ય બન્ધન મહીં મહાનન્દમય
પામીશ મુક્તિનો સ્વાદ. આ જ વસુધાનું
મૃત્તિકાનું પાત્ર અહીં ભરી વારંવાર
તારું એ અમૃત વહાવશે અવિરત
નાના વર્ણગન્ધમય. પ્રદીપની જેમ
સમસ્ત સંસાર મમ લક્ષ વતિર્કાએ
પ્રગટાવી દેશે જ્યોતિ તારી સૌ શિખાએ
તારા આ મન્દિર મહીં.
ઇન્દ્રિયનાં દ્વાર
ભીડી બેસું યોગાસને? ના ના, એ ના બને.
જે કાંઈ આનન્દ રહૃાો દૃશ્યે ગન્ધે ગાને
તારો જ આનન્દ માણું એ સર્વમાં સદા —
મોહ મારો મુક્તિ રૂપે થશે પ્રજ્વલિત
પ્રેમ મારો ભક્તિ રૂપે થશે વિકસિત.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪