રવીન્દ્રપર્વ/૨૪. વિચ્છેદ
Revision as of 08:45, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. વિચ્છેદ| }} <poem> રાત્રિ જ્યારે થઈ પૂરી ચાલી જવા દૂરે આવી ઊભ...")
૨૪. વિચ્છેદ
રાત્રિ જ્યારે થઈ પૂરી ચાલી જવા દૂરે
આવી ઊભો દ્વારે.
મારે કણ્ઠે વસ્યાં સહુ ગાન
કર્યાં તને દાન;
તેંયે હસી
મારે હાથે મૂકી તવ વિરહની બંસી.
પછીના સહુય દિને.
વસન્તે શરદે
આકાશે અનિલે ઊઠે ખેદ;
ક્રન્દી ક્રન્દી ભમે વિશ્વે બંસી અને ગાનનો વિચ્છેદ.
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪