અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જવાહર બક્ષી/આજના માણસની ગઝલ
Revision as of 13:06, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
આજના માણસની ગઝલ
જવાહર બક્ષી
ટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈસુમાં બીજું કૈં નવું નથી.
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું, પીટો — મને કૈં પણ થતું નથી.
સાંત્વનનાં પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.
(તારાપણાના શહેરમાં, ૩જી આ. ૨૦૦૦, પૃ. ૫)