ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનિવાર્ય દ્રશ્ય
Revision as of 16:06, 16 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અનિવાર્ય દૃશ્ય(Obligatory Scene)'''</span> : રજૂઆત થવા અગાઉ ભાવકને...")
અનિવાર્ય દૃશ્ય(Obligatory Scene) : રજૂઆત થવા અગાઉ ભાવકને જેની અનિવાર્યતાની જાણ હોય એવું નાટક કે નવલકથાનું દૃશ્ય. જેમકે ‘સરસ્વતીચંદ્ર’માં નવીનચંદ્રનું બુદ્ધિધનના ઘેર રોકાવું એ હકીકત સરસ્વતીચંદ્ર અને કુમુદના તે સ્થળે યોજાનારા મિલનદૃશ્યની અનિવાર્યતા ઊભી કરે છે.
પ.ના.