ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંત્યપદાનુવૃત્તિ
Revision as of 12:29, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અંત્યપદાનુવૃત્તિ (Anadiplosis)'''</span> : પંક્તિના અંતભાગમાં...")
અંત્યપદાનુવૃત્તિ (Anadiplosis) : પંક્તિના અંતભાગમાં આવતો મહત્ત્વનો શબ્દ પછીની પંક્તિના પ્રારંભમાં પુનરાવર્તન પામે એને અંત્ય પદની અનુવૃત્તિ એટલેકે ‘અંત્યપદાનુવૃત્તિ’ કહેવાય. જેમકે હરીન્દ્ર દવેની પંક્તિ : ‘ફૂલ કહે ભમરાને/ભમરો વાત વહે ગુંજનમાં/માધવ ક્યાંય નથી મધુવનમાં’
ચં.ટો.