ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરવિદ્યાકીય
Revision as of 09:42, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આંતરવિદ્યાકીય (Interdisciplinary)'''</span> : પદાર્થ કે પ્રકૃતિ પ્ર...")
આંતરવિદ્યાકીય (Interdisciplinary) : પદાર્થ કે પ્રકૃતિ પ્રત્યેનો આંતરવિદ્યાકીય અભિગમ. આ અભિગમ કોઈ પદાર્થ કે વિષય પરત્વે એક કરતાં વધુ વિષયોના સંદર્ભમાં તપાસ કરવાનું વલણ ધરાવે છે. જેમકે વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભાષાવિજ્ઞાન એ આંતરવિદ્યાકીયવિજ્ઞાન બન્યું છે. આજનો ભાષાવિજ્ઞાની ભાષા વિશેની સમજણ કેળવવા માટે જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન, ગણિત વગેરે અનેક વિજ્ઞાનો અને ઉપવિજ્ઞાનોની મદદ લે છે. શૈલીવિજ્ઞાન એ સાહિત્ય, ભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરે વચ્ચેની આંતરવિદ્યાકીય પ્રવૃત્તિનું જ પરિણામ છે.
હ.ત્રિ.