ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવલોકન

From Ekatra Wiki
Revision as of 12:24, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અવલોકન (Review): સાહિત્યિક કૃતિના ગુણદોષો પ્રસ્થાપિત કરતો ટૂંકો લેખ. અવલોકનલેખ વિવેચનલેખથી જુદો છે. વ્યવહારમાં બંને ઘણીવાર પર્યાય તરીકે વપરાય છે પરંતુ અવલોકનનું પ્રાથમિકકાર્ય પ્રકાશન-સમાચાર વહેતા કરવાનું, પ્રકાશનને જાહેરમાં લાવવાનું છે. વિવેચન મૂલ્યાંકન પર ભાર મૂકે છે, તો અવલોકન માહિતી પર. અવલોકનની કામગીરી તત્કાલીન છે. બહાર પડેલા પુસ્તકના ગુણદોષોની ચર્ચા કરી પુસ્તક પરત્વે વાચકવર્ગનું ધ્યાન ખેંચવાનું એનું કર્તવ્ય છે. વળી, પુસ્તકના લાક્ષણિક અંશોને ઉપસાવી નવો વાચકવર્ગ ઊભો કરવાની જવાબદારી સાથે પણ એને સાંકળવામાં આવે છે. ચં.ટો.