ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પલાયન સાહિત્ય
Revision as of 05:47, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પલાયન સાહિત્ય (Escape literature) : રહસ્યકથાઓ, વાર્તાઓ, સંગીતરૂપકો વગેરે કેટલુંક પલાયનસાહિત્ય કહેવાય છે; એમાં જીવનની વાસ્તવિકતાથી તરંગસૃષ્ટિમાં પલાયન થવાની ઇચ્છા કે અભિવૃત્તિ હોય છે. આ પ્રકારના સાહિત્યમાં ભાવક હંમેશાં જીવનથી ભાગેડુ હોય છે એવું નથી, પરંતુ ક્યારેક રોજિંદા જીવનના કંટાળાજનક એકધારાપણાના અનુભવથી છૂટી વધુ પૂર્ણ અનુભવ તરફ વળવા માગતો હોય છે. ઉપરાંત, પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે યુદ્ધકેદીઓની છાવણીમાંથી પલાયન થયેલાઓએ પુસ્તકો આપ્યાં છે તે પણ પલાયનના સાહિત્ય તરીકે ઓળખાય છે. પ.ના.