ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૌરસ્ત્યવિદ્યાવિદ
Revision as of 08:31, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પૌરસ્ત્યવિદ્યાવિદ (Orientalist)'''</span> : એશિયા ખંડની સંસ્કૃ...")
પૌરસ્ત્યવિદ્યાવિદ (Orientalist) : એશિયા ખંડની સંસ્કૃતિ, સાહિત્ય વગેરેનો અભ્યાસી. યુરોપ અને અમેરિકાની સરખામણીમાં પૂર્વના દેશોના સાંસ્કૃતિક ભેદોને લીધે પૂર્વની કેટલીક લાક્ષણિકતાઓએ અભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું છે. આમ, પૂર્વ અને પશ્ચિમના સમાજોના ભિન્ન અભિગમોના તુલનાત્મક અધ્યયનનું સાહિત્યમાં સતત પ્રતિબિંબ પડતું રહ્યું છે. આ બન્ને અભિગમોને સાંકળવાનો પ્રયાસ ટાગોર જેવા સાહિત્યકારોએ કર્યો છે.
હ.ત્રિ.