ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિકવિતા
Revision as of 08:58, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિકવિતા (Anti-Poem)'''</span> : આ કવિતા સર્વસાધારણ કવિતાની...")
પ્રતિકવિતા (Anti-Poem) : આ કવિતા સર્વસાધારણ કવિતાની તરેહને અનુસરતી નથી. પરિચિત પદાવલી, તર્કસંગત ભાવવિકાસ અને સંવાદી ઘટકસંયોજનને અતિક્રમી જાય છે. આ પ્રકારની કવિતા કાવ્યરીતિઓ અને સ્વરૂપોનો ભંગ કરતી હોય છે.
ચં.ટો.