ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાવર્તી પ્રાસ

From Ekatra Wiki
Revision as of 10:23, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રત્યાવર્તી પ્રાસ(Alternate Rhyme)'''</span> : કાવ્યની કડીમાં જ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રત્યાવર્તી પ્રાસ(Alternate Rhyme) : કાવ્યની કડીમાં જ્યારે अबअब પ્રકારના વૈકલ્પિક પ્રાસની ગોઠવણી હોય ત્યારે એને આ પ્રકારની સંજ્ઞા લાગુ પડે છે. જેમકે, રાજેન્દ્ર શાહના ‘શ્રાવણી મધ્યાહ્ન’ની પંક્તિઓ : ‘ભારો ઉતારી શિરથી પથને વિસામે (अ)/નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર (ब)/આસીન કોઈ વળી કોઈ વિષણ્ણ કામે (अ)/સુતેલ, નેત્રમહીં મૌન હતું અપાર (ब)’. ચં.ટો.