ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠસુધાર
Revision as of 07:11, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પાઠસુધાર (Emendation) : હસ્તપ્રત કે પાઠમાં જે ભાગ ભ્રષ્ટ લાગે તેનો સુધારો કે તેમાં થતો ફેરફાર. પાઠમાં ક્ષતિ કેવી રીતે જન્મી અને જે તે સમયના પુસ્તકની ભાષાના સંદર્ભમાં ફેરફાર કેવી રીતે ઉચિત છે એ પાઠસુધાર વ્યવસ્થિત રીતે દર્શાવે છે.
હ.ત્રિ.