ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભક્તિવાદ
Revision as of 11:33, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભક્તિવાદ'''</span> : આચાર્ય આનન્દવર્ધને ‘ધ્વન્યાલોક’મ...")
ભક્તિવાદ : આચાર્ય આનન્દવર્ધને ‘ધ્વન્યાલોક’માં ત્રણ ધ્વનિવિરોધી મતની કલ્પના કરી છે એમાંનો આ એક ભક્તિનો સંબંધ લક્ષણા સાથે છે. ભક્તિવાદીઓ ધ્વનિને લક્ષણાગમ્ય કે લક્ષણાથી અભિન્ન ગણે છે. એને ગૌણીશક્તિ કહે છે. અને લક્ષણાની અન્તર્ગત જ એનો અન્તર્ભાવ કરે છે. અલબત્ત વ્યંગ્યાર્થનો વિરોધ નથી કરતાં. દૃઢતાથી વ્યંગ્યાર્થનો વિરોધ ન કરતાં હોવાને કારણે ભક્તિવાદીઓની સ્થાપના સંદેહમૂલક ગણાયેલી છે.
ચં.ટો.