ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકસત્તા જનસત્તા

From Ekatra Wiki
Revision as of 08:47, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લોકસત્તા–જનસત્તા'''</span> : વડોદરામાં ‘લોકસત્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



લોકસત્તા–જનસત્તા : વડોદરામાં ‘લોકસત્તા’ દૈનિકનો આરંભ રમણલાલ શેઠે ૨-૧૨-૧૯૫૧થી કર્યો. લગભગ બે વર્ષ બાદ ૧૯૫૩ના નવેમ્બરની ૪ તારીખે અમદાવાદથી ‘જનસત્તા’ નામનું બીજું દૈનિક શરૂ કર્યું. તે પછી લગભગ દોઢદાયકા બાદ ડિસેમ્બર ૧૯૬૭માં રાજકોટ આવૃત્તિ પ્રગટ થઈ. રમણલાલ શેઠ પછી એક્સપ્રેસ અખબાર જૂથના અધિપતિ રામનાથ ગોયેન્કા માલિક થયા, તે સાથે તંત્રીઓ બદલાતા રહ્યા. કેટલાંક વ્યાવસાયિક અને ટેક્નિકલ કારણસર બે અખબારી નામો એક કરીને હવે તે ‘લોકસત્તા-જનસત્તા’ના સંયુક્ત નામે ઓળખાતું થયું છે. પુસ્તકોનાં અવલોકનો, વૈવિધ્યસભર કટારો, વાચનક્ષમ તંત્રીલેખો અને સમાચાર પાછળના સમાચારોના વિશ્લેષણાત્મક અહેવાલો ‘લોકસત્તા-જનસત્તા’ની વિશિષ્ટતા રહી છે. ખાસ કરીને અમદાવાદથી પ્રસિદ્ધ થતાં દૈનિકોમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક સમાચારો પર આ દૈનિક વિશેષ ધ્યાન આપે છે. દિ.ઓ.