ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્લેષણાત્મક નાટક
Revision as of 10:26, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
વિશ્લેષણાત્મક નાટક(Analytical drama) : માત્ર ચરમ પરિણતિ કે પરાકાષ્ઠા જ મંચ પર બતાવવામાં આવે એવું નાટક. આ નાટકમાં પરાકાષ્ઠા તરફ લઈ જનારાં તત્ત્વો તો પડદો ઊઠે એ પહેલાં જ ઘટી જાય છે. ધીરે ધીરે નાટ્યવ્યાપાર દ્વારા તેનો મર્મસ્ફોટ થાય છે. આનો મુખ્ય હેતુ પરાકાષ્ઠાની સ્થિતમાં પાત્રોનું વિશ્લેષણ કરવાનો છે.
ચં.ટો.