સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હીરાબહેન પાઠક/સાહિત્યગુરુ
રામનારાયણવિશ્વનાથપાઠક (૧૮૮૭-૧૯૫૫) શિક્ષકપિતાનાપુત્ર. લોજિકતથામોરલફિલોસોફીલઈનેપ્રથમવર્ગમાંસ્નાતકનીઉપાધિમેળવી૧૯૦૮માં. કાયદાનોઅભ્યાસકર્યો. મહીકાંઠાએજન્સીનાકેન્દ્રસ્થાનસાદરામાં૧૯૧૨થીવકીલાતકરવામાંડી. ૧૯૧૮માંપ્રથમપત્નીનામૃત્યુનેકારણેવકીલાતનેવળગીરહેવામાંરસરહ્યોનહીં. ટાંકણેગાંધીચેતનાનોઉજમાળોપ્રકાશભારતીયચેતનાનેઆલોકિતકરવામાંડ્યોહતો. ૧૯૧૯માંવકીલાતછોડીઅમદાવાદઆવ્યા, શિક્ષણપ્રવૃત્તિસ્વીકારી, એકશાળાનાઆચાર્યપદેરહ્યા. ત્યાંતોગાંધીજીએગૂજરાતવિદ્યાપીઠનીસ્થાપનાકરી. તેવેળાગુજરાતનુંઉત્તમબુદ્ધિધનવિદ્યાપીઠમાંઅધ્યાપનઅર્થેજોડાયું. તેમાંહતાપંડિતસુખલાલજી, મુનિજિનજયજી, ધર્માનંદકોસંબી, કાકાકાલેલકર, કિશોરલાલમશરૂવાળા, આચાર્યકૃપાલાનીવગેરે. ત્યારેમિત્રોનીસંગેપાઠકવિદ્યાપીઠમાંજોડાયા. આઅધ્યાપકોનાંશિક્ષણ-સંસ્કારઝીલનારુંશિષ્યમંડળપણકંઈકમનહતું. ધગશભરીદેશભકિતનીસ્વાર્પણબુદ્ધિથીતેઓતરવરતાયુવાનોહતા: સુન્દરમ્, ઉમાશંકર, નગીનદાસપારેખ, ‘સ્નેહરશ્મિ’, કરસનદાસમાણેક, ભોગીલાલગાંધીવગેરે. તેસહુએએકકેબીજેસ્વરૂપેગાંધીજીવનભાવનાવાળુંસાહિત્યસર્જનકર્યું. તમામવિદ્યાસેવીઓ‘પાઠકસાહેબ’ સાથેનોસાહિત્યગુરુનોસંબંધચિરકાલીનજાળવીરહ્યા. આસંસ્થામાંરામનારાયણપાઠકેબત્રીસવર્ષનીવયેલેખનકારકિર્દીશરૂકરી, પોતાનુંસાહિત્ય-સામયિકકાઢવાવિચાર્યું. તેનેતેસમયનાયુગબળનાસંદર્ભમાં‘પ્રસ્થાન’ નામઆપ્યું; તેશરૂકર્યું૧૯૨૬માં. ૧૯૨૮માંવિદ્યાપીઠમાંથીછૂટાથયા. આજીવિકાઅર્થેખાનગીટ્યુશનોથીનિભાવ્યું. ૧૯૩૫માંમુંબઈનીના. દા. ઠા. મહિલાકોલેજનાઅધ્યાપનકાર્યનુંનિમંત્રણઆવ્યું; સ્વીકાર્યુંઅનેમુંબઈગયા. કોલેજમાંઅધ્યાપનનિમિત્તેવિદ્યાર્થિનીહીરાકલ્યાણદાસમહેતાનોપરિચયથયો, તે૧૯૪૫માંલગ્નસંબંધમાંપરિણમ્યો. ૧૯૩૭માંઅમદાવાદમાંપુનરાગમન: નવીશરૂથયેલીલા. દ. આર્ટ્સકોલેજમાંઅધ્યાપનમાટેજોડાયા. આકાર્ય૧૯૪૬લગીચાલુરહ્યું. ૧૯૪૬માંઅમદાવાદછોડીમુંબઈઆવીનેવસ્યા. ૧૯૫૫ની૨૧મીઓગસ્ટેતેમનુંઅવસાનથયું.