યુગવંદના/સલામો

From Ekatra Wiki
Revision as of 15:39, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


સલામો

સલામો કરું બીજના ચાંદને સલામો જમીં આસમાં હો તને! સલામો ચમનને ને વેરાનને ઉછેર્યો તમે એક ઇન્સાનને. દીઠાં છે ન કાશી કે કાબા અમે, કુરાનો પુરાણો પઢ્યાં નૈ અમે, ન નાપાક કે પાકના ભેદની કિતાબો અમે ઉમ્રભરમાં ભણી. અમે જે હતા ઢૂંઢતા તે જડ્યું અહીં એક ઇન્સાનને દિલ ભર્યું નયન નીતર્યું ને સબકથી સર્યું નૂરે-વસ્લ:* એણે વતનને ધર્યું. અમો મિસ્કિનોને શી દૌલત મળી! ગરૂરી વધી નૈ, ગઈ ઓગળી. હતા કંજૂસો કાળજૂના અમે, ગયા વીફરી, રે ફના કાં ગમે! ૧૯૪૦