વેણીનાં ફૂલ/સમી સાંજે દાદાને દેશ પહોંચશું
Revision as of 11:31, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમી સાંજે દાદાને દેશ પહોંચશું|}} <poem> એના પાંખાળા ઘોડા ખેલાવ...")
સમી સાંજે દાદાને દેશ પહોંચશું
એના પાંખાળા ઘોડા ખેલાવશું,
પછી પરીઓને ખોળે પોઢી જશું!
હાં રે બેની! હાલો એ પરીઓના દેશમાં - હાં રે૦
ભલે હોય ઘણું તાણ
ભલે ઉઠે તોફાન
આજ બનશું બેભાન
થવા દાખલ દાદાજીના દેશમાં!
હાં રે સખી! હાલો દાદાજીના દેશમાં
પ્રેમસાગર પરભુજીના દેશમાં - હાં રે૦