અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/સમુદ્ર પ્રતિ ઉક્તિ
Revision as of 01:28, 18 June 2021 by Jayprakash12345 (talk | contribs) (Jayprakash12345 moved page સમુદ્ર પ્રતિ ઉક્તિ to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સમુદ્ર પ્રતિ ઉક્તિ without leaving a redirect)
ઇંદ્રવિજય છંદ
રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં;
કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;
એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ;
ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭