ઋણાનુબંધ/પ્રદક્ષિણા
Revision as of 17:09, 18 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રદક્ષિણા|}} <poem> કહેવાય છે કે દરેક પ્રદક્ષિણાનું મળતું હો...")
પ્રદક્ષિણા
કહેવાય છે
કે
દરેક પ્રદક્ષિણાનું
મળતું હોય છે
કશુંક પુણ્ય…
હુંય ફરતી (સાવિત્રી?)
ચક્કર ચક્કર ચક્કર
શબ્દને કાચે તાંતણે
વેદનાના વડલાની આસપાસ
મારી
આ પ્રદક્ષિણાનું
કહોને
કયું પુણ્ય….?
કયું વૈકુંઠ….?