ઋણાનુબંધ/છતાંય
Revision as of 06:49, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છતાંય|}} <poem> જન્મે મળેલા ને પછી ખોયેલા શરીરના એકાદ અવયવ વિન...")
છતાંય
જન્મે મળેલા
ને પછી ખોયેલા
શરીરના
એકાદ અવયવ વિના
જીવી શકાય
અને છતાંય
એની ખોટ સતત સાલે
એમ
હું જીવું—
ભારત વિના…!