ઋણાનુબંધ/બાને પ્રશ્ન

From Ekatra Wiki
Revision as of 11:01, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાને પ્રશ્ન|}} <poem> બા તમે કહેલું કે બંધિયાર ઘરમાં એકલું લાગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાને પ્રશ્ન


બા તમે કહેલું
કે
બંધિયાર ઘરમાં
એકલું લાગે
ત્યારે
પૂર્વની બારીઓ ખોલી નાંખજે
અને
ભીંતોને રંગી દેજે સવારના તડકાથી.
મેં આજે
પૂર્વની બારીઓ ખોલી નાંખી છે
અને
બધી ભીંતો
સોનેરી સોનેરી થઈ ગઈ છે
તોય બા,
એકલું કેમ લાગે છે મને?