ચૂંદડી ભાગ 1/35.ગુજરાતથી માલણ આવી રે

From Ekatra Wiki
Revision as of 10:49, 17 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|35| }} બીજી એક માલણ તો છેક ગુજરાતથી આવી : એને હાથે તો મહામૂલી વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


35

બીજી એક માલણ તો છેક ગુજરાતથી આવી : એને હાથે તો મહામૂલી વાડી રોપાવી :

ગુજરાતથી માલણ આવી રે
સવા લાખની વાડી રોપાવો રે

કોરે કરમલડી4 રોપાવો રે
વીણી ચૂંટીને છાબ ભરાવો રે

લાવ્યે લાવ્યે માલણ અમે લેશું રે
લાકડાના પસ5 ભરી લેશું રે

એના પાહુલીએ6 રસિયા હીરા રે
દ્રવ્ય ખરચે લાડકડાના વીરા રે

દ્રવ્ય ખરચે ને ખરચાવે રે
રૂડાં સાજનિયાં મેળાવે રે

એને પાહુલીએ જડિયા આંબા રે
દ્રવ્ય ખરચે લાડકડાના મામા રે

કુંવર ઘોડલે બેસીને વે’લા આવે રે
એથી ભોજાઈયું ફૂલડે વધાવે રે

એની માતાજી મોતીડે વધાવે રે
પાણી સાથે દૂધલડે નવરાવે રે