ચૂંદડી ભાગ 1/87.સાંકલડી શેરી રે
Revision as of 08:59, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|87 |}} <poem> સાંકલડી શેરી રે દીવડિયા શા બળે રે ::: દીવાને અજવાળે ઓ...")
87
સાંકલડી શેરી રે દીવડિયા શા બળે રે
દીવાને અજવાળે ઓરડા ચીતર્યા,
હું તમને પૂછું રે છેલછબીલા…ભાઈ રે
આજનો વાસો રે વીરા ક્યાં રે વસિયા?
આજનો વાસો રે બેની દોશીડાને હાટે રે
ચૂંદડિયું મૂલવી રે લાડણ વહુ તણી રે. — સાંકલડી.
[સોનીડાને હાટે — ઝૂમણાં
ચૂડીગરને હાટે — ચૂડલી
માળીડાને હાટે — મોડિયો]