ચૂંદડી ભાગ 2/43.પાણિયારી

From Ekatra Wiki
Revision as of 07:42, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|43|}} [પ્રથમ મિલનનું ગીત : ‘દૂધે ભરી રે તલાવડી’ જેવું] <poem> સાંક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


43

[પ્રથમ મિલનનું ગીત : ‘દૂધે ભરી રે તલાવડી’ જેવું]

સાંકડો સાંકડો પાણિયારાનો શેરો
ઢોલો ધોતિયાં ધોવાને રાયવર સાંચર્યો રે.
ધોજો ધોજો બગલડાની પાંખડી રે.
વીરને પ્રણવી છે… ગામની પદમણી રે.
વરના દાદા કિયા ભાઈ તમને વીનવું રે
દાદા! ખરચો ને લાખ બે લાખ
… ગામની પાણિયારી રઢડી લાગશે રે.