ચૂંદડી ભાગ 2/64.રીતાં લાયો
Revision as of 10:00, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|64 | }} [વરરાજા કન્યાની છાબ માટે શી શી ચીજો લાવ્યો તેનું વર્ણન...")
64
[વરરાજા કન્યાની છાબ માટે શી શી ચીજો લાવ્યો તેનું વર્ણન છે. સૈયરો મેડતિયા (મેડતા ગામના વાસી વર)ને જોવા નીકળી છે.]
ચાલો રે સૈરાં મોજ કેરાં!
મેડતિયો જોવા જાં.
એ…સરદાર લાડલો!
કેડી કેડી રીતાં લાયો?
ચૂડલા રે લાયો રે જો બોત ઘણા
કાંકણિયારો સેન અપાર.
એ…સરદાર લાડલો!
એડી એડી રીતાં લાયો.
એ ઉમરાવ વનરો!
એડી એડી રીતાં લાયો હાં. — ચાલો.
છાબ ભરીને પંડલાં રે લાયો
સાળુડારો સેન અપાર
એ…સરદાર લાડલો!
એડી એડી રીતાં લાયો.
એ ઉમરાવ વનરો!
એડી એડી રીતાં લાયો હાં. — ચાલો.