સોરઠિયા દુહા/27
Revision as of 05:18, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|27| }} <poem> સોરઠિયો દુહો ભલો, ઘોડો ભલો કુમેત; નારી તો નવલી ભલી, ક...")
27
સોરઠિયો દુહો ભલો, ઘોડો ભલો કુમેત;
નારી તો નવલી ભલી, કપડું ભલું સફેત.
સૌ દુહાઓમાં સોરઠિયો દુહો વિશેષ રૂડો છે. તેમ ઘોડાંની અનેક જાતનાં કુમેત (ક્યાડા) રંગનો ઘોડો શ્રેષ્ઠ ગણાય છે, સ્ત્રી નવી પરણીને આવેલી હોય ત્યારે બહુ સારી હોય છે અને કપડું તો ઊજળું હોય ત્યારે જ શોભે છે. [ક્યાડો : જેની કેશવાળી તથા પૂંછડાનો રંગ કાળો અને શરીર રાતું હોય એવો ઘોડો.]