સોરઠિયા દુહા/37
Revision as of 06:07, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|37|}} <poem> નહિ દેવળરી પૂતળી, નહિ મને ઘડી સોનાર, અસૂરો રેવત ખેલવ...")
37
નહિ દેવળરી પૂતળી, નહિ મને ઘડી સોનાર,
અસૂરો રેવત ખેલવે, ઓઈ પુરુષ ઘરનાર.
હે પૂછનારા! હું નથી કોઈ દેવળની પૂતળી, નથી મને કોઈ સોનીએ ઘડી; હું તો અસૂરી વેળાના ભયંકર સંજોગોમાં ઘોડી ખેલાવનાર વીર નરની ઘરનારી છું.