સોરઠિયા દુહા/41

From Ekatra Wiki
Revision as of 06:19, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|41|}} <poem> ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેશ; રાજા જાદુવંશરા, ડોલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


41

ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેશ;
રાજા જાદુવંશરા, ડોલરિયો કચ્છ દેશ.

જ્યાં પાણીદાર ઘોડાં નીપજે છે, જ્યાં ભોળા મનના કાઠીઓ વસે છે, જ્યાં સ્ત્રીઓ પગની પાની ઢંકાઈ જાય તેવો મરજાદવાળો પહેરવેશ પહેરે છે અને જ્યાં જદુવંશના રાજા રાજ્ય કરે છે, એવો મનોહર એ કચ્છ દેશ છે.