સોરઠિયા દુહા/45

From Ekatra Wiki
Revision as of 06:29, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|45|}} <poem> વાજા ઠાકર ને અંબવન, ઘર ઘર રંભા-ઘેર; રેંટ ખટૂકે વાડીઆ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


45

વાજા ઠાકર ને અંબવન, ઘર ઘર રંભા-ઘેર;
રેંટ ખટૂકે વાડીઆ, ભોં નીલી નાઘેર.

નાઘેરની લીલી રળિયામણી ધરતી ઉપર વાજા વંશના રજપૂતો વસે છે. મોટાં મોટાં આંબાવાડિયાં ઊભાં છે, કેળોનાં ઝુંડ તો દરેક ઘરના આંગણામાં જામી ગયાં છે, અને કૂવાનાં પાણી રેંટ વડે ઉલેચાઈને ઘેઘૂર વાડીઓને પવાય છે.