સોરઠિયા દુહા/141
Revision as of 11:40, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|141| }} <poem> પાન બગાડ્યાં, ફળ ચર્યાં, બેઠાં શીતળ છાંય; (આજ) તુમ જલો...")
141
પાન બગાડ્યાં, ફળ ચર્યાં, બેઠાં શીતળ છાંય;
(આજ) તુમ જલો હમ ઊડિયેં, જીવન કા ફલ કાંય?
ત્યારે વૃક્ષ ઉપરનાં પંખી જવાબ આપે છે કે હે મિત્ર! આટઆટલા વખતથી અમે તારા શીતળ છાંયામાં રહ્યાં, તારાં કેટલાંય ફળ ખાઈ ખાઈને અમે પેટ ભર્યાં, તારાં અસંખ્ય પાંદડાં અમે બગાડ્યાં, અને આજ હવે તને આગમાં સળગતું મૂકીને અમે ઊડી નીકળીએ તો તો પછી અમારું જીવતર ધૂળ જ ગણાય ને!