પરિભ્રમણ ખંડ 2/ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત

From Ekatra Wiki
Revision as of 10:51, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત|}} <poem> ચાંદા! ચાંદલી શી રાત ચાંદો ક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત


ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ [1] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ




  1. અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.