ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉમિયો

From Ekatra Wiki
Revision as of 10:58, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉમિયો [ઈ.૧૭૨૨ના અરસામાં] : ઈ.૧૭૨૨માં નર્મદામાં આવેલા ભારે પૂરે અનેક ગામોમાં જે વિનાશ વેર્યો તેનું ૩ ઢાળ અને ૭૨ કડીમાં વીગતે વર્ણન કરતો ‘રેવાજીની રેલનો ગરબો’(મુ.) તથા અંબાજીના ૩ ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧ ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : આલિસ્ટઑઈ:૨. [ર.ર.દ.]