ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલચંદ-૨
Revision as of 07:18, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ખુશાલચંદ-૨ [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ધર્મદાસજીની પરંપરામાં રાયચંદના શિષ્ય. ૬૪ ઢાળની ‘અરદાસચરિત્ર/અર્હદાસ-ચરિત્ર/સમ્યક્ત્વકૌમુદી-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, વૈશાખ સુદ ૧૩, ગુરુવાર) તથા ‘દેવસેન-રાસ’ના કર્તા.
ખુશાલચંદને નામે હિંદીમિશ્ર ગુજરાતી ભાષાની ૧૬ કડીની ‘જંબૂસ્વામીની લાવણી’ (ર.ઈ.૧૮૧૪/સં ૧૮૭૦, અસાડ ધુરપક્ષ -; મુ.) તથા ખુશાલચંદજીને નામે ૧૬ કડીની ‘કામદેવની સઝાય’ (ર.ઈ.૧૮૩૦; મુ.) મળે છે તે સમયદૃષ્ટિએ જોતાં આ જ ખુશાલચંદ હોવા સંભવ છે.
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨.જૈસસંગ્રહ (જૈ.); ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]